A platform that doctors and patients trust the most.
                             

આ સાઈટનો ઉપયોગ કેવી રીતે કરશો?

તમારી ભાષા પસંદ કરો :

ગુજરાતી    |    हिंदी    |    English

આ સાઈટ ઉપરથી તમે ડોક્ટરને તો ઘરે બોલાવી જ શકો છો, એ ઉપરાંત દવાઓ અને મેડીકલના સાધનો પણ ઘરે મંગાવી શકો છો. આટલું જ નહીં તમે લેબોરેટરીમાંથી સેમ્પલ કલેશન કરવા માટે વ્યક્તિને પણ તમારા ઘરે બોલાવી શકો છો. તો આવો સમજીએ કેવી રીતે ....???



Step 1 - ડોક્ટરને ઘરે બોલાવવા ::

ધારો કે તમારા ઘરે કોઈ બીમાર છે અને તમારે ડોક્ટરની ઘરે જરૂર છે તો

■    તમે ડોર સ્ટેપ ડોક્ટરની વેબસાઈટ (doorstepdoctor.in) ઉપર જઈને ત્યાં આપેલા ઓપ્શન્સમાંથી પહેલા ઓપ્શન ડોક્ટર ઉપર ક્લિક કરો.
■    ત્યારબાદ તમને ત્યાં સમગ્ર ગુજરાતના શહેર અને ગામના નામ જોવા મળશે.
■    એમાથી તમે તમારા શહેરના નામ ઉપર ક્લિક કરશો તો ત્યાં તમને તમારા શહેરના ઘણા-બધા ડોક્ટર્સની તમામ માહિતી જોવા મળશે.
■    અહીં તમને ઉપરની તરફ એક સર્ચબાર જોવા મળશે.
■    આ સર્ચબારમાં તમે તમારા એરીયાનું નામ ટાઇપ કરશો, તો તમને તમારા એરીયાના જ ડોક્ટરની માહિતી દેખાશે.
■    આ તમામ ડોક્ટર્સમાંથી તમને જે ડોક્ટર યોગ્ય લાગે, તમે તેમની માહિતીમાં આપેલા ફોન કે વોટ્સએપ નંબર દ્વારા સીધો જ તેમનો સંપર્ક કરી શકો છો.
■    અને તેમને Home Visit માટે બોલાવી શકો છો.

આ જ રીતે તમે ફીઝીયોથેરાપીસ્ટ, ડાયાટીશીયન, નેચરોપેથ ડોક્ટર, ડેન્ટીસ્ટ, સાયકોથેરાપીસ્ટ વગેરેને Home Visit માટે બોલાવી શકો છો.



Step 2 - દવાઓ ઘરે મંગાવવી ::

ડોક્ટર આવીને તપાસીને દવાઓ લખી આપે પછી એ દવાઓ ઘરે બેઠાં તમારા દરવાજે મંગાવવા માટે

■    તમારે હોમ પેજ ઉપર જઇને Medical Stores / Pharmacies ઉપર ક્લિક કરવાનું રહેશે.
■    ક્લિક કર્યા બાદ તમને ત્યાં સમગ્ર ગુજરાતના શહેર અને ગામના નામ જોવા મળશે.
■    એમાંથી તમે તમારા શહેરના નામ ઉપર ક્લિક કરશો તો ત્યાં તમને તમારા શહેરના ઘણા-બધા મેડીકલ સ્ટોર્સની માહિતી જોવા મળશે.
■    તમે કોઇપણ મેડીકલ સ્ટોરના વોટ્સએપ નંબર ઉપર ડોકટરે આપેલું પ્રિસ્ક્રીપ્શન મોકલી આપો.
■    મેડીકલ સ્ટોરવાળા તમારા પ્રિસ્ક્રીપ્શન મુજબ દવાઓ શોધી તેની કુલ કિંમત અને ડિસ્કાઉન્ટ બાદ કરતાં જે રકમ આવે છે તે તમને વોટ્સએપ કરશે.
■    બીલની રકમ જોયા બાદ તમે મેડીકલ સ્ટોરવાળાને "OK" લખીને તમારા ઘરનું લોકેશન મોકલી આપશો,
■    તો થોડા સમયમાં જ તે મેડીકલ સ્ટોરવાળાને ત્યાંથી કોઈ આવીને તમારી દવાઓ તમને આપી જશે અને પેમેન્ટ લઈ જશે.
■    આ રીતે તમે આરામથી ઘરે બેઠાં તમારી દવાઓ મંગાવી શકો છો.



Step 3 - લેબોરેટરીમાંથી સેમ્પલ કલેક્શન માટે ઘરે બોલાવવા ::

ડોક્ટર આવીને તપાસ્યા બાદ યુરીન ટેસ્ટ, બ્લડ ટેસ્ટ કે અન્ય ટેસ્ટ કરાવવાનું કહે છે તો ઘરે સેમ્પલ કલેક્શન માટે બોલાવવા

■    તમારે હોમ પેજ ઉપર જઇને Laboratories ઉપર ક્લિક કરવાનું રહેશે.
■    ક્લિક કર્યા બાદ તમને ત્યાં સમગ્ર ગુજરાતના શહેર અને ગામના નામ જોવા મળશે.
■    એમાંથી તમે તમારા શહેરના નામ ઉપર ક્લિક કરશો તો ત્યાં તમને તમારા શહેરની ઘણી-બધી Laboratories ની માહિતી જોવા મળશે.
■    તમે કોઇપણ Laboratories ના ફોન નંબર ઉપર ફોન કરીને ઘરે સેમ્પલ કલેક્શન માટે બોલાવી શકો છો.



Step 4 - મેડીકલના સાધનો ઘરે મંગાવવા ::

નોર્મલ બેડ, એર બેડ, ટોયલેટ ચેર, વ્હીલ ચેર, ગ્લુકો મીટર, પલ્સ ઓક્સી મીટર વગેરે સાધનો ઘરે બેઠાં મંગાવા માટે

■    તમારે હોમ પેજ ઉપર જઇને Medical Equipment Stores ઉપર ક્લિક કરવાનું રહેશે.
■    ક્લિક કર્યા બાદ તમને ત્યાં સમગ્ર ગુજરાતના શહેર અને ગામના નામ જોવા મળશે.
■    એમાંથી તમે તમારા શહેરના નામ ઉપર ક્લિક કરશો તો ત્યાં તમને તમારા શહેરની ઘણા-બધા Medical Equipment Stores ની માહિતી જોવા મળશે.
■    તમે કોઇપણ Medical Equipment Store ના ફોન નંબર ઉપર ફોન કરીને તમારે જોઈતા મેડીકલના સાધનો મંગાવી શકો છો.
■    Medical Equipment Store વાળા તમારે જોઈતા સાધનો તમારા ઘરે પહોંચતા કરશે.